વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂ.૧૨૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

વિધવા સહાય માટે જરૂરી પુરાવા

• અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

• અરજદારનું રેશન કાર્ડે

• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ

• અરજદારના પતિ ના મરણ નો દાખલો

• અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ

• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ

• પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર

• અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)

• અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

• 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ કોટા

વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા

• અરજદારનું રેશનકાર્ડ

• પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે

• અરજદારના પતિનું મરણ નો દાખલો.

• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ

• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.

• અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા

• ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા.

વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા(જે દરવર્ષે જુલાઈ મહિનામાં રજુ કરવાનું રહેશે.)

• અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

• પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.

• અરજદારના પતિનો મરણનો દાખલો

• અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ

• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ

• અરજદારનો પાસપોર્ટ સાઇઝ કોટો

• 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટા

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી,

ખાસનોંધ-

• અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રૂ,૫૦ ના સ્ટેમ્પ પર કરાવવું.

• દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

 • અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું.

Leave a Comment