નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી પુરાવા
• અરજદારની આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• અરજદારનું રેશનકાડૅ
• અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
• અરજદારના પતિ/પત્નીનો આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)
• અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ,વોટીંગકાર્ડ
• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
• અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ
• અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)
• અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો
• 2 સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ અને પાસપોર્ટ સાઇઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા)
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
ખાસનોંધ
• અરજદારની ઉમર ૬૦ વર્ષ થી વધુ જરૂરી.
• દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• યોજનાનું ફોર્મ નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકશો.