સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્‍મ ગદર-2નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 ફિલ્મ હવે થોડા જ દિવસોમાં ઘરમાં જોવા મળશે. જેમ જેમ ફિલ્મ રિલીઝની ડેટ નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. તેવામાં એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર 2 માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.