પાલક માતા-પિતાની યોજના

  ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

પાત્રતાનુ ધોરણ

આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકોકે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુનઃ લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

સહાયનું ધોરણ

• બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.3000/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ

• બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક

• બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.

• જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુનઃલગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઇ પણ એક.

• પુનઃલગ્ન કરેલાનો પુરાવો

• આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦૦ થી વધુની

આવક હોવી જરૂરી છે.)

• બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ

• બાળકના આધારકાર્ડની નકલ

• પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ

• બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ

• પાલક પિતા માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઇ પણ એક

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો તથા નમુના નું ફોર્મ જોવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/GPApplicantDetails.pdf

ઓનલાઇન ફોર્મ ભરવા માટે લિંક

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=2

Leave a Comment