રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા

રેશનકાર્ડ એ કેન્દ્ર સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. રેશનકાર્ડની મદદથી લોકો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ વાજબી ભાવોની દુકાનોમાંથી બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે અનાજની ખરીદી કરી શકે છે. રેશનકાર્ડમાં નામ જોડવાથી લઇને નામ કપાવા સુધીના ઘણા નિયમો છે. આ નિયમોને જાણવાથી તમને રેશનકાર્ડ બનાવવામાં અથવા તમારું નામ કપાઇ જાય તો ઉમેરવામાં ઘણી મદદ મળશે. જો તમે રેશનકાર્ડ બનાવતી વખતે ખોટી માહિતી આપે છે, તો તમારું રેશનકાર્ડ રદ થઈ શકે છે. ચાલો જાણીએ રેશનકાર્ડમાં કાપાયેલા નામથી તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યનું નામ તેમાં જોડાવાના નવા નિયમ વિશે.

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

• લાઈટબીલ/વેરાબિલ

ઓળખાણનો પુરાવો

• ડ્રાઇવિંગ લાઇસન્સ

• આધારકાર્ડ

અન્ય પુરાવાઓ

• ઓરીજીનલ રેશનકાર્ડ

સેવા માટે જરૂરી પૂરાવા

• લગ્ન પ્રમાણપત્ર (જો દીકરી લગ્ન થઇ ગયા હોઇ તો)

• છૂટાછેડા નું પ્રમાણપત્ર (જો છૂટાછેડા થયેલ હોઇ અને રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું હોઇ તો)

• મરણદાખલો (જો સભ્ય નું મૃત્યુ થયું હોઇ તો)

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

• અથવા digital Gujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.

• કોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment