રેશનકાર્ડ વિભાજન ફોર્મ: શું તમે રેશનકાર્ડ વિભાજન ફોર્મ શોધી રહ્યા છો તો તમે અમારી વેબસાઈટ ની મદદથી નવું રેશનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા રેશનકાર્ડ માં નામ કેવી રીતે દાખલ કરો કે રેશનકાર્ડ વિભાજનની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.
રેશનકાર્ડ એ માત્ર અનાજ કે અન્ય પુરવઠો મેળવવાનું માધ્યમ નથી પરંતુ તે દરેક વ્યક્તિને રહેઠાણના પુરાવા તરીકે અગત્યનો દસ્તાવેજ કહી શકાય. રેશનકાર્ડને બે ભાગમાં વેચવામાં આવેલ છે જેમાં જે લોકો ગરીબી રેખાથી ઉપર જીવતા હોય તેઓ એપીએલ રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને જે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે તેઓ બીપીએલ કાર્ડ ધારકોમાં સામેલ થઈ શકે છે .અત્યારના ડિજિટલ યુગમાં બારકોડ રેશનકાર્ડ માટેની ઓનલાઈન પ્રક્રિયા પુરવઠા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવે છે જેના માટે દરેક કાર્ડ ધારક પુરવઠા વિભાગની એનઆઇસી ની વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે .જેમાં એપીએલ કાર્ડ ધારકો માટે બારકોડ રેશનકાર્ડ ઓનલાઈન આપવાની વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે.
રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
• લાઈટબીલ/વેરાબિલ
• માલિકીના કિસ્સામાં આકારણી પત્રક
• મિલકત વેરા ની પહોંચ
• ભાડા ના કિસ્સા માં ભાડા કરાર,મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો
• પ્રોપર્ટી કાર્ડ ની નકલ
ઓળખાણનો પુરાવો
• ડ્રાઇવિંગ લાઇસન્સ
• આધારકાર્ડ
અન્ય પુરાવા
• ઓરીજીનલ રેશનકાર્ડ
સેવા માટે જરૂરી પૂરાવા
• કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
• મહેસુલ ની પાવતી
• વરસાઇ પેઢીનામું નોટરાઈઝડ
• બી. પી. એલ.યાદીમાં ૨૧ થી ૨૮ સ્કો રમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો
• વસિયતનામની પ્રમાણિત નકલ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
• અથવા digital Gujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.
• કોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.