મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે

મતદાર યાદી માં સંપૂર્ણ સરનામું સુધારવા માટે ફોર્મ નં-૮-ક ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.

• વોટીંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી. વિધાનસભાનુ નામ અને લાગ નમ્બર ખબર ના . હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવુ. તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઇએ.

• (અન્ય વિધાનસભામાં રહેવા ગયા હોય તો જે વિધાનસભામાં રહેવા ગયા હોય ત્યાં કોર્મ -૬ ભરવું અને તેમાં જુનો ચુંટણી કાર્ડનંબર ફરજિયાત લખવો. તેના માટે ફોર્મ ૮- ક ભરવુ નહીં, કોર્મ ૮- ક ફકત એક જ વિધાનસભામાં એક સરનામા થી બીજા સરનામા ઉપર રહેવા ગયા હોય તો તે સુધારવા માટે જ ભરવું)

• રહેઠાણનો પુરાવો – હાલનું પોતાના અથવા પોતાના કેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ગેસ બીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત જોડવુ),

• કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર કેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો,

• એક વ્યક્તિએ એક ચૂંટણી કાર્ડમા કોઈ પણ સુધારા-વધારા માટે ફકત એક જ ફોર્મ ભરવુ વારંવાર ફોર્મ ભરવા નહીં કે જેથી રીજેક્ટ ના થાય . અને મોબાઇલ નમ્બર ફરજિયાત લખવું.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક

https://www.nvsp.in/RegisteredUser/FormsInputIndex?form_type=form8a

ઓફલાઇન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે

૧- અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.

૨- આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.

ફોર્મ 8 (ક) ડાઉનલોડ કરવા માટે લિંક

https://drive.google.com/file/d/1kRl1LvlanNvlba0STWSHZm5rVoCXUzV-/view?usp=sharing

Leave a Comment