કુંવરબાઈનું મામેરું યોજના રૂ.૧૦,૦૦૦/- માટે જરૂરી પુરાવા (OBC).

પાત્રતાના માપદંડ

• આવક મર્યાદનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

• યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.

• લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

રજુ કરવાના ડોક્યુમેંટ

• કન્યાનું આધાર કાર્ડ

• કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

• સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

• સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો

• અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ . ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)

• કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

• કન્યાની જન્મ તારીખનો પુરાવો

• યુવકની જન્મ તારીખનો પુરાવો

• લગ્ન કંકોત્રી

• લગ્ન નોંધણી પ્રમાણપત્ર

• બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

• કન્યાના ફોટો

કોમેં ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી રાકશે.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalyan.gujarat.gov.in/

Leave a Comment