અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે)/Atal Sneh Yojana

આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ ની ઉંમરના બાળકો ને મળવા પાત્ર છે. જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

કોને લાભ મળે

• નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકો.

શું લાભ મળે?

• જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.

ન્યુરલ ટ્યુબ ડીફેક્ટસ

ફ્લેફ્ટલીપ અને પેલેટ

ક્લબ ફૂટ

ડેવલપમેન્ટલ ડીસ્લેઝીયા ઓફ હીપ

કન્જનાઈટલ કેટેરેકટ

કન્જનાઇટલ હાર્ટ ડીસીઝ

રેટીનોપેથી ઓક પ્રીમેચ્યોરીટી

ડાઉન સિન્ડ્રોમ

• અન્ય કોઈ નોંધપાત્ર ખોટ

ક્માું થી લાભ મળો?

• સરકારી અથવા ખાનગી પ્રસુતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલેકે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસુતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર /આર.બી.એસ.કે.ટીમ/આશા કર્મચારી મારફતે.

લાભ મેળવવાની પદ્ધતિ

• જીલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસુતિ થતી હોય (સરકારી અથવા ખાનગી) ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે.

Leave a Comment