પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

આયુષ્યમાન-ભારત-યોજના

કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે.

જરૂરી પુરાવા.

• પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર

• રેશન કાર્ડ (નવો બારકોડેડ)

• આધાર કાર્ડ

ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઇ ૩૦ રૂપીયા. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

ખાસનોંધ.

• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂપીયા.૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.

• વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

• આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.

• પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.

• પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://mera.pmjay.gov.in/search/login

MYSY -મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી-યુવા-સ્વાવલંબન-યોજના

ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કેતેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

RTE- રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઇન પ્રવેશ માટે જરૂરી પુરાવા.

• બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)

• બાળક ના પિતા/વાલીનું રેશનકાર્ડે

• બાળક ના 2 ફોટા

• બાળક નો આધારકાર્ડ જન્મનો દાખલો

• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ

ડોમિસાઇલ સર્ટીફીકેટ/Domicile Certificate

Domicile-Certificate

ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઇપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઇલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ

આાવકના દાખલા/Aavak No Dakhlo

આવકનો દાખલો પ્રમાણપત્ર(1)

આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે. આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવકના આધારે ગણવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકારે Aavak no Dakhlo સરળતાથી મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ રજૂ કર્યું છે. આ લેખમાં, ગુજરાત સરકાર આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા, આવકનો દાખલો ફોર્મ pdf 2022 અને આવક નો દાખલો કઢાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે બધું જોશું.