ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે

મેડિકલ-ગ્રેજ્યુએટ-ડોકટરો-માટે-લોનસહાય-યોજના


પાત્રતાના માપદંડ

• તબીબ સ્નાતકો ૩,૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર

• કાયદાના સ્નાતકો ૩.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર

• આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ,૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.

રજુ કરવાના ડોક્યુમેંટ

• અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ ઘરવેરાની પહોંચ)

• આવકનો દાખલો

• જામીનદારનું  જામીનખત (પત્રક-અ મુજબ)

• જાત જામીનખત (પત્રક-બ મુજબ)

• મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ, કૌ ભર્યાની પહોંચની નકલ

• દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી

• ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું

• સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર

•  અરજદારના ફોટો

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

•  આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalyan.gujarat.gov.in/

Leave a Comment