કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન

પાત્રતાના માપદંડ

• ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

• તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦ લાખની લોન

આવક મર્યાદા

• આવક મર્યાદા નથી.

વ્યાજનો દર

• વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

લોન કેવી રીતે પરત કરવી?

• વિધાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી શરૂ કરવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેંટ

• અરજદારનો જાતિનો દાખલો

• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

• કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬

• અરજદારના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)

• તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો

• તાલીમાર્થીના પાસપોર્ટની નકલ

• વિદ્યાર્થીના જે તે દેશના વીંઝાની નકલ

• એર ટીકીટની નકલ

• અરજદારના ફોટો

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો, જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેરાન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalya.gujarat.gov.in/

Leave a Comment