સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.
લાભ કોને મળે?
• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી
• વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના:
૧) એસ.સી./એસ.ટી
ર) નાના સીમંત ખેડૂત
૩) જમીન વિહોણા ખેતમજૂર
૪) શારીરિક વિકલાંગ
૫) કુટુંબ મહિલા વડા
• વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી
• સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને,
• ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે.
કેટલો લાભ મળે?
• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ તથા એપીએલ (પાંચ કેટેગરી) રૂ. ૧૨,૦૦૦/- ની સહાય, તેમજ એપીએલ (જનરલ) રૂ.૮૦૦૦/-
• સામુહિક શૌચાલય માટે કુલ રૂ.૨,૦૦,૦૦૦/- (લોકફાળો રૂ. ૨૦,૦૦૦/- તથા યોજનાકીય રૂ.૧,૮૦,૦૦૦/- સહાય).
• ધન કચરા નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે –
૧) ૧૫૦ કુટુંબ સુધી રૂ. ૭.૦૦ લાખ
૨) ૩૦૦ કુટુંબ સુધી રૂ. ૧૨.૦૦ લાખ
૩) ૫૦૦ કુટુંબ સુધી રૂ. ૧૫.૦૦ લાખ
૪) ૫૦૦ થી વધુ કુટુંબ રૂ. ૨૦,૦૦ લાખ
જરૂરી પુરાવાઓ
• આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ વાહન લાયસન્સ/ પાનકાર્ડ/ મનરેગા જોબ કાર્ડ/ રેશનકાર્ડ / બીપીએલ કાર્ડ (કોઇપણ એક)
• ઘરવેરા ની રસીદ
• બેંક પાસબુકની નકલ
• શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો.
લાભ ક્યાંથી મળે?
• તલાટી-કમ મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત ધ્વારા અરજી કોર્મ ભરી ગ્રામ પંચાયત ધ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.
• તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.