વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન/Videsh Abhyas Loan Sahay Yojana

આમ ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય શરુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને સાદા વ્યાજ તરીકે અને ઓછા વ્યાજના દરે ગુજરાત સરકાર તેમને આર્થિક રીતે મદદ કરે આમ ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન શરૂ કરવામાં આવેલી છે

વિદેશમાં અભ્યાસ માટે લોન

પાત્રતાના માપદંડ

• ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા, અતિ પછાત માટે ૫૫ %)

• સ્નાતક (રોજ્યુએટ) પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણા. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)

• (આ.૫. વર્ગ માટે) સ્નાતક (રોજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓમાટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.

સહાયનું ધોરણ

• વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવરો

• (સા અને રૌ. ૫ વર્ગ / SEBC)ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.

• (સા. અને રૌ. ૫ વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે.

• [આ. પ. વર્ગ) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે.

આવક મર્યાદા

• સા. અને શૈ. ૫. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ।.૧૦.૦૦થી ઓછી.

• આ. ૫. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

વ્યાજનો દર

• વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

લોન કેવી રીતે પરત કરવી

• વિધાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેંટ

• અરજદારનો જાતિનો દાખલો

• કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬

• અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો

• વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I-20 / Letter of Acceptence.

• વિધાર્થીના પાસપોર્ટની નકલ

• વિધાર્થીના જે તે દેશના વીઝાની નકલ

• એર ટીકીટની નકલ

• અરજદારના ફોટો

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

https://esamajkalyan.gujarat.gov.in/

Leave a Comment