અનુસુચિત જનજાતિના વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન

યોજનાનો ઉદ્દેશ:

અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes

પાત્રતાના ધોરણો

  • અરજદાર  અનુસૂચિત  જનજાતિનો  હોવો  જોઇએ.
  • અરજદારોને  વિદેશમાં  ઉચ્ચ  શિક્ષણ  પોસ્ટ  ગ્રેજ્યુએટ  કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
  • અરજદાર જે વિદેશની યુનિવર્સિટી માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.
  • વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ મેળવી રજુ કરવાનો
  • આવી યોજનાઓનો લાભ કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે.

પ્રક્રિયા

  • અરજદાર અનુસૂચિત  જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ,
  • અરજદારે પસાર કરેલી  ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત ખરી નકલ  
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ
  • લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા
  • લાભાર્થીનું પોતાનુ રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટૂડન્ટ વિઝા, વિદેશમાં યુનિવર્સિટી.માં  પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે
  • આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે,
  • આ યોજના હેઠળ લોન મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે આપવાની બાંહેધરી રૂા.૫૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.
  • આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત કરેલા હોવા
  • લાભાર્થીએ આ યોજના હેઠળ લોનની રકમ RBI દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી

• ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી

અરજી કર્ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક https://esamajkalyan,gujarat.gov.in/ApplicationForm/SJEDSC/FSLApplicantDetails.pdf

ઓનલાઈન અરજી કરવાની લિંક

https://esarmakalyan.gujarat.gov.in/index.aspx?HodD=3

યોજનાનું નામવિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય (એસ.ટી)
ભાષાEnglish અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે
વિદેશ જવાનું હોય તો આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થીગુજરાતના આદિજાતિ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને
મળવાપાત્ર લોનઆ યોજના હેઠળ વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને
રૂ. 15 લાખ લોન સહાય આપવામાં આવશે.
આ લોન 4% સાદા વ્યાજે આપવામાં આવશે.
Official WebsiteClick Here
Online ApplyApply Now

Leave a Comment