યોજનાનો ઉદ્દેશ:
અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
પાત્રતાના ધોરણો
- અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઇએ.
- અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
- અરજદાર જે વિદેશની યુનિવર્સિટી માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.
- વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ મેળવી રજુ કરવાનો
- આવી યોજનાઓનો લાભ કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે.
પ્રક્રિયા
- અરજદાર અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ,
- અરજદારે પસાર કરેલી ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત ખરી નકલ
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ
- લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા
- લાભાર્થીનું પોતાનુ રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટૂડન્ટ વિઝા, વિદેશમાં યુનિવર્સિટી.માં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે
- આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે,
- આ યોજના હેઠળ લોન મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે આપવાની બાંહેધરી રૂા.૫૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.
- આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત કરેલા હોવા
- લાભાર્થીએ આ યોજના હેઠળ લોનની રકમ RBI દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી
• ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી
અરજી કર્ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક https://esamajkalyan,gujarat.gov.in/ApplicationForm/SJEDSC/FSLApplicantDetails.pdf
ઓનલાઈન અરજી કરવાની લિંક
https://esarmakalyan.gujarat.gov.in/index.aspx?HodD=3
યોજનાનું નામ | વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય (એસ.ટી) |
ભાષા | English અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું હોય તો આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના આદિજાતિ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને રૂ. 15 લાખ લોન સહાય આપવામાં આવશે. આ લોન 4% સાદા વ્યાજે આપવામાં આવશે. |
Official Website | Click Here |
Online Apply | Apply Now |