ગાંધીનગર: ગાંધીનગર સ્થિત સાંકૃતિકુંજ ખાતે નૃત્ય અને કલા ઉત્સવ ‘વસંતોત્સવ’નો પ્રારંભ થયો છે. જે 23 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7 થી 10 દરમિયાન સરિતા ઉદ્યાન પાસેના સંસ્કૃતિકુંજ ખાતે ચાલુ રહેશે.
આ વર્ષે મહોત્સવમાં રાજસ્થાન, પંજાબ, આસામ, ઓડિશા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના પરંપરાગત પ્રાદેશિક નૃત્યોનું પ્રદર્શન હશે.
આ વર્ષે વસંત ઉત્સવની થીમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ છે.