
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસે આજે માહિતી આપી છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે રાજેશભાઈ ગોહિલને ગુજરાત કોંગ્રેસના અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પાર્ટીના OBC વિભાગના અધ્યક્ષ તાજેતરમાં તેમના સમર્થકો સાથે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે.
પ્રદેશ કોંગ્રેસે એવી પણ માહિતી આપી છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીના શહેર અને જિલ્લા એકમના પ્રમુખોની નિમણૂક કરી છે, જેની યાદી નીચે રજૂ કરવામાં આવી છે.
– જામનગર જિલ્લો – મનોજ કથીરિયા
– જૂનાગઢ શહેર – મનોજ જોષી
-સુરેન્દ્રનગર-નૌશાદ સોલંકી
– મોરબી – કિશોર ચીખલીયા
– ભાવનગર શહેર – હિતેશ વ્યાસ
– મહેસાણા – હસમુખ ચૌધરી
– સાબરકાંઠા – અશોક પટેલ
– ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા
– સુરત શહેર – ધનસુખ રાજપૂત
– રાજકોટ શહેર – અતુલ રાજાણી
-અમદાવાદ જિલ્લો – અમરસિંહ સોલંકી
– મહિસાગર – ગુલાબસિંહ ચૌહાણ
– પાટણ – ગેમરભાઈ રબારી