સુરતઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જેમ જ સુરતના કતારગામ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને નાથવા માટે સ્મોગ ટાવર બનાવવાની દરખાસ્ત છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે તેની સ્ટેન્ડિંગ કમિટીમાં સ્મોગ ટાવર લગાવવાની હિમાયત કરતી દરખાસ્ત રજૂ કરી હતી. SMCના પર્યાવરણીય ઈજનેર જ્વલંત નાઈકે નોંધ્યું કે જ્હાન્વી એન્ટરપ્રાઈઝને સ્મોગ ટાવર સ્થાપિત કરવા અને ચલાવવા માટે પસંદ કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટમાં, સ્મોગ ટાવર વસ્તાદેવડી રોડ પર ટ્રાફિક જંકશન પર મૂકવામાં આવશે. ટાવર વાતાવરણમાં શુદ્ધ હવા છોડતા પહેલા પ્રદૂષિત હવાને ફિલ્ટર કરે છે.