સુરતમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષની બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

હાલમાં બનેલી એક દુઃખદ અને ચોકાવનારી ઘટના સામે આવી રહે છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકનું એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનાઓ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં બની હતી. અહીં મનોજ જૈના નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ લુમ્સના કારખાનામાં કામ કરે છે.

તેમને સંતાનમાં 5 વર્ષની દીકરી એસ્પીતા હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 21 તારીખના રોજ મનોજભાઈ શાકભાજી લેવા માટે બહાર ગયા હતા અને તેમની પત્ની ઘરમાં રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન પાંચ વર્ષની દીકરી બારી નજીક ફોનમાં ગેમ રમતી હતી.

માસુમ બાળકી ગેમ રમતી હતી ત્યારે મારી પાસે ચૂકવવા નાખેલો ગમછો બાળકીના ગળામાં વીંટળાઈ ગયું હતું. ત્યાર પછી બાળકીનો પગ લપસ્યો હતો અને તેને ગળાફાંસો લાગી ગયો હતો. દીકરીએ બૂમાબૂમ પાડી પરંતુ તેની માતાએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ આવ ઘટનાની જાણ માતાને થઈ હતી પછી દીકરીને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી એકની એક લાડકડી દીકરી હતી. ઘરમાં સરખો નેટવર્ક નહોતું આવતું એટલે તે બારી પાસે મોબાઇલમાં ગેમ રમતી હતી. આ દરમિયાન બારી પાસે બાંધેલી દોરીમાં એક ગમછો સુકવવા માટે નાખ્યો હતો. મોબાઇલમાં ગેમ રમતા રમતા કંઈક એવી રીતે બાળકીના ગળામાં ગમતો લીપટાઈ ગયો હતો.

આ દરમિયાન દીકરીનો પગ લપસ્યો હતો અને તેને ગળાફાંસો લાગી ગયો હતો. જેના કારણે દીકરીની ગળાની નસ દબાઈ ગઈ હોવાના કારણે તે બેભાન થઈ ગઈ હતી. પછી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો બાળકીની માતાએ પોતાની દીકરીને બૂમ સાંભળી લીધી હોત તો આજે દીકરી બચી ગઈ હતો.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

સુરત (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં 5 વર્ષની બાળકી રમતા રમતા ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભગવતી નગરમાં 5 વર્ષની નાની બાળકી ધાબા પરથી નીચે પટકાઇ જવાની ઘટના સામે આવી છે. પાંચ વર્ષની નાની બાળકી રમતા રમતા ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે પછી સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment