મોદીની ઈમેજ બચાવવા ફેક મેસેજ વાયરલ

સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી વિશેનો મેસેજ હમણાં વાયરલ થયો છે. આ મેસેજમાં  વિશ્વના અગ્રણી અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે, મોદી જે રીતે કામ કરી રહ્યા છે એ જોતાં દુનિયાની કોઈ પણ તાકાતે ભારત સામે ટકરાતાં પહેલાં બે વાર વિચારવું પડશે. આ મેસેજમાં એવો દાવો પણ કરાયો છે કે બીબીસીએ લખ્યું છે કે, ભારત ઈઝરાયલના રસ્તે જઈ રહ્યું છે અને કોઈ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોશે તો મોતને નિમંત્રણ આપશે. આ બંને મેસેજ ખોટા છે

વાસ્તવમાં ન્યુયોર્ક ટાઈમ્સ કે બીબીસીએ આવું કશું લખ્યું જ નથી. ચીન સાથેના સંઘર્ષના પગલે નરેન્દ્ર મોદીની ભડ શાસક તરીકેની ઈમેજને ફટકો પડયો છે. ચીને ભારતના વીસ જવાનોની હત્યા કરી દીધી છતાં ભારત ચીનને કશું ના કરી શક્યું તેથી મોદી સામે સવાલો પણ થઈ રહ્યા છે. આ માહોલમાં મોદીની ઈમેજને જાળવવા ભાજપ સમર્થકો દ્વારા આ મેસેજ વાયરલ કરાઈ રહ્યા છે.

ભાજપ નેતાની હત્યા માટે રામ માધવ જવાબદાર ?  

કાશ્મીરમાં ભાજપના નેતા વસિમ બારીની હત્યાના મુદ્દે ભાજપના નેતા વિજય રૈનાએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવને બારીની હત્યા માટે જવાબદાર ઠેરવતાં ખળભળાટ મચ્યો છે. રૈનાએ માધવના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી છે કે, મોદી સરકારે પંચો અને સરપંચોને બલિના બકરા બનાવી દીધા છે. વારંવાર રજૂઆત છતાં કાશ્મીર ખીણમાં તેમને સુરક્ષા અપાતી નથી.

રૈનાએ લખ્યું છે કે, આદરણીય રામ માધવજી, આપ લોગ ઉનકી હત્યા કે જિમ્મેદાર હો. એક-એક કરીને આપણા સાથી મરી રહ્યા છે પણ ભાજપ કાર્યકરોને સુરક્ષા આપવા કશું કરાતું નથી. કાશ્મીર પોલીસ આતંકવાદીઓની પંગતમાં બેસી ગઈ છે. આ પોસ્ટ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહી છે. ભાજપનાં સૂત્રોના કહેવા પ્રમાણે, અમિત શાહે કાશ્મીરના ભાજપના પ્રભારી રામ માધવ સાથે ચર્ચા કરીને તેમને ભાજપના નેતાઓનો ડર દૂર કરવા તેમની સાથે વાત કરવા સૂચના આપી છે.

ભાજપના નેતા રામ માધવે કહ્યું,‘ફરીવાર એક થશે ભારત,પાક. અને બાંગ્લાદેશ’

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ એવું માને છે કે એક દિવસ આવશે જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઇ જશે, જેનાથી અખંડ ભારત કે અવિભાજિત ભારતનું નિર્માણ થશે.ન્યૂઝ ચેનલ અલ જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રામ માધવે અખંડ ભારતનું સ્વપ્ન કોઇ યુદ્ધ વગર સામાન્ય સહમતિથી પણ શક્ય થઇ શકે છે.


રામ માધવે જણાવ્યું કે આરએસએસ હજી પણ આ વાતમાં વિશ્વાસ રાખે છે કે એક દિવસ આ બધા ભાગ લોકપ્રિયતા અને સહમતિને આધારે એક સાથે અખંડ ભારતનું નિર્માણ કરશે. ઐતિહાસિક કારણોથી તેમને અલગ થયાના છ દાયકા જ પસાર થયા છે. પછી શા માટે આ દેશ એક થઇ શકતા નથી.

કોંગ્રેસે માધવની ટિપ્પણીની ટીકા કરીને તેને માત્ર પ્રોપેગેંડા ગણાવી

કોંગ્રેસે રામ માધવની આ ટિપ્પણીની ટીકા કરીને તેને માત્ર પ્રોપેગેંડા ગણાવી છે. કોંગ્રેસના પ્રવક્તા અજય કુમારે જણાવ્યું આરએસએસ કે ભાજપ પોતાની નિષ્ફળતા તરફથી લોકોનું ધ્યાન હટાવવા માટે અને તેમને ગેરમાર્ગે દોરવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેઓ પોતાના પ્રોપેગેંડામાં એવી રીતે વ્યસ્ત છે જેમ કે તેઓ કોઇ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હોય.

ઐતિહાસિક કારણોથી આ દેશો અલગ થયા

ભાજપ માને છે કે, વર્ષો અગાઉ જુદા થયેલા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને ભવિષ્યમાં એક અખંડ ભારત બનશે. આરએસએસ ભાગલા થવા પાછળ ઐતિહાસિક કારણો જવાબદાર હોવાની વિચારધારા સાથે જોડાયેલા છે. માધવ સંઘના સભ્ય રહી ચૂક્યા છે. માધવના જણાવ્યાં પ્રમાણે, બહુમતી લોકોની ઈચ્છા અને આ દેશો વચ્ચે કરાર થકી આમ થવું શક્ય છે. ભારતના હિંદુ રાષ્ટ્ર હોવાના મુદ્દે માધવે કહ્યું કે,‘ભારત એક એવો દેશ છે જ્યાં જીવન જીવવાનો એક અનોખો અંદાજ છે, એક જુદી સંસ્કૃતિ છે. તેને જ હિંદુ કહેવામાં આવે છે તેના પર કોઈને વાંધો કેમ હોય? અમે એક સંસ્કૃતિ, એક દેશની વિચારધારા ધરાવીએ છીએ.’

Leave a Comment