નવસારીને વધુ એક લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ મળ્યું

સુરતઃ જિલ્લા મથક નવસારીને વધુ એક લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. રાજકોટ – સિકંદરાબાદ ટ્રેન (ટ્રેન નંબર 22717/18) ને અપ અને ડાઉન બંને મુસાફરી માટે નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ જાહેરાત આજે રેલવે રાજ્ય મંત્રી દર્શના જર્દોષે કરી હતી જેઓ લોકસભામાં સુરતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટ્રેન પહેલાથી જ દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, સુરત, વલસાડ અને વાપી રેલ્વે સ્ટેશનો પર ઉભી રહે છે. દેશગુજરાત

The post નવસારીને વધુ એક લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ મળ્યું appeared first on દેશગુજરાત.

Leave a Comment