કચ્છ: ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ વર્ષે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કેન્દ્રસ્થાને રહેશે. નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર ‘ધોરડો: ગુજરાતની સરહદ પર્યટનની વૈશ્વિક ઓળખ’ થીમ પર આધારિત એક ટેબ્લો આગળ વધશે.
આ ઝાંખીના મુખ્ય આકર્ષણોમાં ‘ભૂંગા’ તરીકે ઓળખાતા ધોરડોના ઘરો, ‘સ્થાનિક હસ્તકલા અને લાખની કલા, ‘રણ ઉત્સવ,’ ટેન્ટ સિટી અને ગરબાનો સમાવેશ થશે, જેને તાજેતરમાં યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ જાહેર કરવામાં આવ્યો છે.
આ વર્ષે પરેડમાં કુલ 26 ટેબ્લોક્સ ભાગ લેવા માટે તૈયાર છે. તેમાંથી 16 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે બાકીના 10 મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓના યોગદાનને પ્રદર્શિત કરશે.