અમદાવાદના પૂર્વ મેયર ડો.મુકુલ શાહનું નિધન

અમદાવાદઃ અમદાવાદના પૂર્વ મેયર ડો.મુકુલ શાહનું આજે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર પાલડીની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહના જણાવ્યા મુજબ, ડૉ. શાહની અંતિમયાત્રા સોમવારે સવારે 9 વાગ્યે એમ.જે. લાઈબ્રેરી પાસેના તેમના નિવાસસ્થાન સબના એપાર્ટમેન્ટથી નીકળશે.

ડૉ. શાહ 1992-1993 દરમિયાન અમદાવાદના મેયર હતા. બાદમાં તેમની 2012 થી 2014 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. તેમની 2017માં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિરેક્ટર તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. તેઓ છેલ્લે અમરકંટકમાં ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે નિયુક્ત થયા હતા.

ડૉ. શાહ ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજીમાં MBBS, DGO અને MD હતા. તેમણે ભૂતકાળમાં જીસીએસ મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા તરીકે, અમદાવાદમાં એનએચએલ મેડિકલ કોલેજમાં રજિસ્ટ્રાર અને પ્રોફેસર તરીકે, ભારતના ઘણા રાજ્યોમાં મેડિકલ કોલેજોના નિરીક્ષણ માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નિરીક્ષક તરીકે સેવા આપી હતી.

Leave a Comment