સાવલીમાં કોમી અથડામણ; ત્રણને ઈજા થઈ

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં આજે કોમી અથડામણમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં ત્રણ યુવકો ઘાયલ થયા હતા. શહેરમાં જિલ્લા પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

એવું જાણવા મળે છે કે ભાગોલ અને માલીવાગા વિસ્તારના બે યુવકો વચ્ચે બાઇક અકસ્માત બાબતે બોલાચાલી થઈ હતી. સાંજના સમયે ભાગોલ વિસ્તારના ત્રણ યુવકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માલીવાગા વિસ્તારના કેટલાક યુવકોએ તેમને અટકાવ્યા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું.

Leave a Comment