ECI આવતીકાલે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ જાહેર કરશે

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવશે.

‘#GeneralElections2024 અને કેટલીક રાજ્ય વિધાનસભાઓ માટેના સમયપત્રકની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે એટલે કે શનિવાર, 16મી માર્ચે બપોરે 3 વાગ્યે યોજાશે. તે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ થશે,’ ECIના પ્રવક્તાએ માહિતી આપી.

Leave a Comment