બનાસકાંઠા: નડાબેટમાં ભારત-પાક બોર્ડર પર આવતા મુલાકાતીઓ હંગામી ધોરણે ઝીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. ઝીરો પોઈન્ટ તરફ જતા રોડ પર રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોવાને કારણે પ્રવાસીઓ સરહદ નજીકથી જઈ શકશે નહીં.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રોડ રિનોવેશનના કામ બાદ લોકો રાબેતા મુજબ ઝીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે.