યુવકના શર્ટમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ ઘૂસી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અમુક ઘટનાઓ ના વિડીયો તો એવા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. સાપ નામથી જ મોટાભાગના લોકો ની હાલત ડરના કારણે ખરાબ થઈ જાય છે.

વિચારો કે જો તે અચાનક સામે આવી જશે તો શું થશે, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર સાપને લગતો એક એવો વિડિયો સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સના દિલ પણ હચમચી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાળો કોબ્રા સાપ ઝાડ નીચે બેઠેલા વ્યક્તિના શર્ટ ની અંદર ધીમે ધીમે ઘૂસી જાય છે. આગળ શું થયું તે જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાળો સાપ ઝાડ નીચે બેઠેલા વ્યક્તિના શર્ટ ની અંદર ઘૂસી જાય છે. શર્ટની અંદર તે આમતેમ ફરવા લાગે છે, જે રીતે વ્યક્તિના શર્ટ માં સાપ ફરતો હોય છે તેવી જ રીતે ડરના કારણે વ્યક્તિની હાલત ખરાબ થવા લાગે છે. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકો તે વ્યક્તિને આગળ જૂકવવા માટે કહે છે.

જેથી સાપ ધીમે ધીમે તેના શર્ટ માંથી બહાર આવે અને એવું જ થાય છે. સાપ ધીમે ધીમે શર્ટમાંથી બહાર આવે છે અને આજુબાજુ ની જાડીઓમાં સંતાવવા લાગે છે. વીડિયોની શરૂઆતમાં સાપને શર્ટ ના બે બટનનો વચ્ચેથી માથું બહાર કાઢતો જોઈ શકાય છે. પરંતુ બીજી જ ક્ષણે તે અંદર લપસી જાય છે, આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ડરી ગયા છે.

તમે આ લેખ Gujjuworld ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ gujjuworld લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Leave a Comment