ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરી કોણ છે? બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા એકમાત્ર નવા મહિલા ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી છે. ડૉ. ચૌધરી બનાસ ડેરીની સ્થાપના કરનાર ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. તેણી M.Sc, M.Phil., અને Ph.D (ગણિત) છે. તેણી 44 વર્ષની છે અને પાલનપુરની રહેવાસી છે. ડો.રેખાબેન છેલ્લા 20 વર્ષથી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

Leave a Comment