વલસાડ: અજમેર ખાતેના વાર્ષિક ઉર્સ ઉત્સવ માટે મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલથી અજમેર અને વલસાડથી અજમેર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો દોડાવશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1.ટ્રેન નંબર 09019/09020 મુંબઈ સેન્ટ્રલ-અજમેર (દ્વિ-સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ (04 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09019 મુંબઈ સેન્ટ્રલ – અજમેર સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી 13 અને 15 જાન્યુઆરી, 2024 શનિવાર અને સોમવારે 21.15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 14.45 કલાકે અજમેર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09020 અજમેર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 14 અને 16 જાન્યુઆરી, 2024 રવિવાર અને મંગળવારે અજમેરથી 18.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, મંદસૌર, નિમુચ, ચિત્તૌરગઢ, ભીલવાડા, બીજનગર અને નસીરાબાદ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
2.ટ્રેન નંબર 09013/09014 વલસાડ-અજમેર સ્પેશિયલ (02 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09013 વલસાડથી અજમેર સ્પેશિયલ વલસાડથી 14મી જાન્યુઆરી, 2024 રવિવારના રોજ 22.15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 14.25 કલાકે અજમેર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અજમેર-વલસાડ સ્પેશિયલ 15મી જાન્યુઆરી, 2024 સોમવારના રોજ અજમેરથી 18.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે વલસાડ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, મંદસૌર, નિમુચ, ચિત્તૌરગઢ, ભીલવાડા, બિજાઈનગર અને નસીરાબાદ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.