વિસ્તારા એરલાઈને નવી અમદાવાદ-બેંગલુરુ દૈનિક ફ્લાઈટ્સની જાહેરાત કરી

અમદાવાદ: વિસ્તારા એરલાઈન્સે આજે 15 માર્ચથી અમદાવાદથી બેંગલુરુને જોડતી દૈનિક ફ્લાઈટ્સની જાહેરાત કરી છે.

વિસ્તારા એરલાઇન્સે માહિતી આપી હતી કે તે A320 એરક્રાફ્ટ સાથે બેંગલુરુ અને અમદાવાદ વચ્ચે દૈનિક ડબલ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

નવી ફ્લાઇટનો સમય આ પ્રમાણે રહેશે:

UK575 બેંગલુરુ 18:40 – 20:45 અમદાવાદ

UK576 અમદાવાદ 21:25 – 23:35 બેંગલુરુ

વિસ્તારાએ એ જ તારીખથી બેંગલુરુ-દેહરાદૂન કનેક્ટિવિટી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

Leave a Comment