સાણંદ: ટાટા મોટર્સ એપ્રિલથી ફોર્ડ ઈન્ડિયા પાસેથી હસ્તગત કરાયેલા સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ટાટા મોટર્સના એકમ, ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાએ મીડિયાને માહિતી આપી હતી તેમ, કંપની એપ્રિલથી નેક્સોન ઈવી સાથે ઈવીનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે.
એવું જાણવા મળે છે કે કંપનીએ આ સુવિધા પર નેક્સનના આંતરિક કમ્બશન એન્જિન-સંચાલિત વર્ઝનનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. ટાટાએ ગયા વર્ષના જાન્યુઆરીમાં આ પ્લાન્ટ ફોર્ડ ઇન્ડિયા પાસેથી રૂ. 725.7 કરોડમાં ખરીદ્યો હતો.