વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂ.૧૨૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

વિધવા-સહાય-યોજના

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.