મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે
મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.
જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું. વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું. અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઇએ.