પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન/Pradhan Mantri Surakshit Matritva Abhiyan

વિધાલક્ષ્મી-બોન્ડ-યોજના.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પી નડ્ડાએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએએ)ને વ્યાપક સમર્થન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. કેમ કે, આ કાર્યક્રમ હેઠળ એક કરોડથી વધુ પ્રસુતાઓની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતનાં માનનીય પ્રધાનમંત્રીની પરિકલ્પના એ હતી કે 9 મહિનાની ગર્ભાવસ્થાનાં પ્રતિક રૂપે દર મહિનાની 9 તારીખ ગર્ભવતી મહિલાઓને સમર્પિત હોવી જોઈએ. તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા અને દેશભરમાં ગર્ભવતી મહિલાઓનાં વ્યાપક તેમજ ગુણવત્તાપૂર્ણ પ્રસવ પહેલા તપાસ સુનિશ્ચિત કરવા માટે પીએમએસએમએ કાર્યક્રમને 2016માં શરૂ કરાયો હતો.