નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂ.૭૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.

niradhar-vrudh-sahay-yojana

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.