ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિધાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ

ટ્યુશન-ફી-માટે-શિષ્યવૃત્તિ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.