વડોદરામાં હનુમાન ચાલીસા પર પથ્થરમારો; 3 ઘાયલ

વડોદરાઃ વડોદરાના બાપોદના એકતાનગર વિસ્તારમાં બુધવારે સાંજે મુસ્લિમોએ હનુમાન ચાલીસાને રોકવાનો પ્રયાસ કરતાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ કોમી જૂથ અથડામણમાં પથ્થરમારો થયો હતો. ઇજાગ્રસ્તોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એકતાનગરમાં હનુમાન મંદિર છે. એક જૂથ દ્વારા હનુમાન ચાલીસાને લાઉડસ્પીકર પર વગાડવામાં આવતા રોકવાના પ્રયાસો બાદ અથડામણ થઈ હતી. ઇજાગ્રસ્તોમાં હરીશ સરાણીયા, દિપક સરાણીયા અને રાહિલ શેખ છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. તોફાનીઓની શોધ ચાલી રહી છે. દેશગુજરાત

The post વડોદરામાં હનુમાન ચાલીસા પર પથ્થરમારો; 3 ઘાયલ appeared first on દેશગુજરાત.

Leave a Comment