અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન 9મી જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો કરે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, UAEના પ્રમુખ MBZ 9મી જાન્યુઆરીએ શહેરમાં આવવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે. બાદમાં બંને નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીની શોભાયાત્રાનું નેતૃત્વ કરશે, જે 20 મિનિટ લાંબી હોવાની શક્યતા છે.