મોટેરા: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) – AMUL નો સુવર્ણ જયંતિ સમારોહ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં યોજાશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાગ એવા સ્થળ પર યોજાનાર આ કાર્યક્રમમાં સહકારી મંડળીઓના એક લાખથી વધુ સભ્યો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન એ જ દિવસે વિસનગર નજીક આવેલા વલીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાના છે. દેશગુજરાત
The post મોટેરા સ્ટેડિયમ ખાતે GCMMF-AMULના સુવર્ણ જયંતિ સમારોહમાં મોદી, શાહ હાજરી આપશે appeared first on દેશગુજરાત.