ગાંધીનગર: ગુજરાત ભાજપના સંયુક્ત પ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. મકવાણા પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના સભ્ય છે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ સભ્ય પણ છે. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકર પર અનેક પુસ્તકો લખ્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી લેખન અને પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એક બંધારણીય સંસ્થા છે.