ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના સમાપન સત્રની અધ્યક્ષતા કરવાના છે. તેઓ આવતીકાલે બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમને સંબોધિત કરવાના છે. ગૃહમંત્રી કે જેઓ ગાંધીનગરના લોકસભાના સાંસદ પણ છે તેઓ શહેરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
એવી પણ અપેક્ષા છે કે શાહ રાજ્યની રાજધાનીમાં હેલીપેડ ગ્રાઉન્ડ્સ ખાતે યોજાઈ રહેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લેશે.