ગીતાબેન રબારીના સ્વરથી માનવ મહેરામણ થયો! ગીતાબેન રબારીના ખાનગી કાર્યક્રમની ખાસ તસવીરો સામે આવી….

ગુજરાતના લોકપ્રિય ગાયિકાનું નામ આવે ત્યારે સૌથી પહેલા ગીતાબેન રબારી યાદ આવે છે. ગીતાબેન દ્વારા ગાયેલા ભજનો અને લોકગીતો ગુજરાતીઓના હૃદયમાં વસી ગયા છે. તાજેતરમાં નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગીતાબેને પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગીતાબેને પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેનના કાર્યક્રમમાં લોકોની ભીડ હતી.

નવસારી ખાતે એક ખાનગી કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ ગાયા હોવાનું ગીતાબેન રબારીના સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું. ગીતાબેન રબારીએ આ ઘટનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે કહ્યું કે, નવસારીમાં ગઈકાલે નાઈટ શોની કેટલીક ઝલક. ગુજરાત, તમારા બધા સાથે કેટલીક તસવીરો શેર કરું છું. આ તસવીરો પર 30 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે હજારો લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગીતાબેન દ્વારા ગાયેલા લોકગીતો સાંભળ્યા હતા. તમે તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારીએ પણ ભગવો લહેરાવ્યો હતો કારણ કે અત્યારે ચારેબાજુ માત્ર રામનામનો જપ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગીતાબેનની પ્રશંસા કરી હતી કારણ કે તેમને તેમના અવાજમાં ગાયેલા શ્રી રામજીનું ભજન ખૂબ જ પ્રિય લાગ્યું હતું.ગીતાબેન રબારીએ જે સફળતા હાંસલ કરી છે તે અસંખ્ય સર્જન છે અને તેમના લોકપ્રિય પ્રેમનું એકમાત્ર કારણ તેમનો મધુર અવાજ છે અને તેથી જ તેઓ ગુજરાતની કોયલ તરીકે જાણીતા છે. ખરેખર ગીતાબેન રબારીના જીવનમાંથી શીખવું જોઈએ કે જીવનમાં તમે જે પણ મન નક્કી કરો તે કરી શકો છો કારણ કે ગીતાબેનની લોકપ્રિયતા એ સફળ જીવનનું ઉદાહરણ છે.

Leave a Comment