થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર અથડાતા ચારના મોત

બનાસકાંઠા: થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના જીવ ગયા હતા. પરિવાર ઊંઝાથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

થરાદના ઢોરડા પાસે હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ઊંઝાથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં, નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઘટનાની ગંભીરતાને કારણે પરિવારના ચાર સભ્યોના દુઃખદ મૃત્યુ થયા હતા. કારની હાલત એટલી ભયાનક હતી કે જોનારાઓ ચોંકી ઉઠ્યા હતા.

Leave a Comment