ખાડામાં બાઈકનું સંતુલન ખોરવાઈ જતાં પિતા-પુત્રને ટેન્કર દ્વારા કચડી નાખ્યા

રાજકોટ: શહેરના સંત કબીર રોડ પર ખાડાને કારણે બાઇકનું સંતુલન ગુમાવી દેતાં ટેન્કરની અડફેટે પિતા-પુત્રએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

26મી જાન્યુઆરીએ અજય પરમાર અને તેના પિતા શૈલેષભાઈ પરમારને ટેન્કરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના વિડિયોમાં બાઈક પર બેઠેલા બંનેને રસ્તા પરના ખાડામાં જોવા મળે છે. ખાડામાંથી બહાર નીકળવાનો અને નજીકના રાહદારીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બાઇકે સંતુલન ગુમાવ્યું હતું. બંન્ને અને બાઇક પડી જતાં પાછળથી આવી રહેલું ટેન્કર તેમની ઉપર ચડી જતાં તેઓનું મોત નીપજ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પરના તેમના ઘરે સાંકળો કાપવાનું કામ કરતા હતા, જ્યારે તેમનો પુત્ર અજય સુરતમાં એલ એન્ડ ટીમાં કામ કરતો હતો. અજય તેના પિતરાઈ ભાઈના લગ્ન હોવાથી રાજકોટ પરત ફર્યો હતો.

Leave a Comment