ક્રિકેટર યુસુફ પઠાણ લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ટીએમસીના ઉમેદવાર બનશે

વડોદરા: વડોદરા સ્થિત ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હશે. આજે જાહેર કરાયેલ ટીએમસીના 42 ઉમેદવારોની યાદીમાં યુસુફ પઠાણનું નામ ઉમેદવાર તરીકે સામેલ છે. યુસુફ પઠાણના ભાઈ ઈરફાન પઠાણ પણ ભૂતપૂર્વ ક્રિકેટર છે. પઠાણ ભાઈઓ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે.

Leave a Comment