
મહેસાણા: ખેરાલુના હાટડિયા વિસ્તારમાં આજે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અગાઉ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા નોટિસ પાઠવ્યા બાદ આજે વહીવટી તંત્રએ આ અનઅધિકૃત બાંધકામ પર બુલડોઝ કર્યું હતું.
નોંધનીય છે કે 21મી જાન્યુઆરીએ આ જ વિસ્તારમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં રોકાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લગભગ 10 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.