પતંગની દોરીથી વધુ એક જીવલેણ ઘટનાઃ સુરતમાં 22 વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો

સુરતઃ પતંગની દોરી (માંજા) સંબંધિત વધુ એક ઘટનામાં શહેરમાં 22 વર્ષીય મહિલા દીક્ષિતા ઠુમ્મરનું મોત થયું હતું. નાના વરાછા વિસ્તારમાં ફ્લાયઓવર પર તે ટુ-વ્હીલર ચલાવી રહી હતી ત્યારે પતંગની દોરીએ તેનું ગળું કાપી નાખ્યું હતું.

આ ઘટના ગુરુવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ ફ્લાયઓવરના ઢાળ પર બની હતી. ઘટના બાદ, તેણીને તાત્કાલિક સિમાડાની AAIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે.

Leave a Comment