અમદાવાદ પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે નશામાં અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધ્યો છે

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં નશાની હાલતમાં કાર અકસ્માત સર્જવા બદલ બી ડિવિઝન પોલીસે આજે હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ સ્વસ્તિક ચાર રસ્તા પાસે બેદરકારીથી વધુ ઝડપે વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હતો. વાઘેલા નશો કરેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકોએ તેને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. તપાસ દરમિયાન તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

હાલ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ પોલીસ અને મીડિયાને જાણ કરી હતી કે પોલીસ કોન્સ્ટેબલ પણ નશો કરીને આક્રમક વર્તન કરી રહ્યો હતો.

Leave a Comment