અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગુજરાતે અમદાવાદના સોલા ચાવડી ખાતે કામ કરતા નાયબ મામલતદાર અને આઉટસોર્સ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીને લાંચ લેતા ઝડપ્યા છે.
આરોપી નિર્મલસિંહ ડાભી સરકારનો વર્ગ 3 નો કર્મચારી છે, જે અમદાવાદમાં સોલા ચાવડી ખાતે સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) તરીકે ફરજ બજાવે છે. અન્ય આરોપી યોગેશ પટેલ એ જ ઓફિસમાં સેવક છે. તે આઉટસોર્સ-કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી છે.